આરોગ્ય પ્રધાનને સાચા માનીએ તો ગુજરાતમાં વર્ષે 32,000 બાળકોના મૃત્યુઃ મનિષ દોશી - news about child death
અમદાવાદઃ આરોગ્ય પ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદ બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ તેમની સામે અનેક સવાલો ઉભા કર્યા છે. મનિષ દોશીએ કહ્યું કે, નાયબ મુખ્યપ્રધાન જેમની પાસે આરોગ્યની પણ જવાબદારી છે તેમાં આઉટસોર્સિંગના નામે શોષણ કરાય છે. હોસ્પિટલમાં નીતિનભાઈએ આખી વાત કરી એમાં એવું ક્યાંય ના આવ્યું કે અંદર ડોકટરની ખાલી જગ્યા ક્યારે ભરાશે રાજ્યોમાં વિધાનસભાના આંકડા આવ્યા. એમાં 45% ડોક્ટરની જગ્યા ખાલી છે. સરકારે જનની સુરક્ષા માત્ર કાગળ પર રાખી છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ પણ કાગળ પર જ છે. જનની યોજનાનું મોટું કૌભાંડ બનાસકાંઠામાં પણ પકડાયું હતું,પણ એના પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનની સ્વીકાર્યું કે અત્યારે 30% બાળમૃત્યુદર છે, 32% ગણીએ તો પણ વર્ષે 36000 બાળકોનું મોત થાય છે. સાંભળો મનિષ દોશીને...