ગુજરાતના યુવાનોના સાથે અન્યાય,કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે: મનીષ દોશી - dr manish doshi congress
અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવામાં આવનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ત્યારે આ મામલામાં હવે કોંગ્રેસ પણ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ઉમેદવારોને ન્યાય અપાવવા આખા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મંગળવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબર લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી યુવાનો પરેશાન થઈ ગયા છે.
Last Updated : Oct 15, 2019, 11:49 PM IST