સાંસદ મનસુખ વસાવા ક્યારેક સાચુ બોલી જાય છેઃ મનિષ દોશી - Liquor liquor in Gujarat by a senior BJP MP
અમદાવાદઃ ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા દારૂ મુદ્દે અપાયેલા નિવેદન સંદર્ભે કોંગ્રેસ મેદાને આવી ગયુ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારને આડે હાથ લેતા કહ્યું કે, તેમના જ પક્ષના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ભાજપના અન્ય નેતાઓની જેમ જુઠૂ બોલવાને બદલે ક્યારેક સાચુ બોલી જાય છે. તેમણે ગુજરાતની દારૂબંધીનો સાચો ચિતાર રજૂ કર્યો છે.