જૂનાગઢ માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો થયા પાણીથી તરબોળ - ખેતરો બેટમાં ફેરવાયા
જૂનાગઢઃ જિલ્લામાં સતત પડી રહેલ વરસાદના કારણે માંગરોળ તાલુકાના સરમા સામરડા સહીતના ઘેડ પંથકના ગામોમાં નદિઓ ઓવરફ્લો થતા ચારે તરફ પાણી-પાણી થઇ ગયું હતું. ઘેડ પંથકના ગામો અને ખેતરો બેટમાં ફેરવાયા છે. ખાસ કરીને ઓજત સાબરી સહીતની નદિઓ માંગરોળના ઘેડ પંથકમાંથી પસાર થાય છે અને હાલ દરીયામાં કરંટ હોવાના કારણે દરીયો નદિના પાણીને સામે ધકો મારવાથી નદિઓ છલકીને માંગરોળના ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે, ત્યારે ખેતરોના સાથે-સાથે વાવેતર કરેલા બીયારણો પણ ધોવાયા હોવાની શંકા સેવાઇ રહી છે.