જૂનાગઢઃ માંગરોળના આરેણા ગામે શિક્ષકની બદલ રોકવા ગામલોકોએ આપ્યું આવેદન પત્ર
જૂનાગઢઃ માંગરોળ તાલુકાના આરેણા ગામે મુખ્ય શિક્ષકની બદલી થતા ગામલોકોમાં રોષ ઉભો થયો છે. શિક્ષકની બદલી રોકવા શિક્ષણ કેળવણી નિરીક્ષકને આવેદન પત્ર આપી શિક્ષકની બદલી રોકવાની માગ કરી છે. ખાસ કરીને સરકાર દ્વારા જે-તે વખતે કાયદા મુજબ 150 વિધાર્થીઓમાં આચાર્યની પોસ્ટ મુકી હતી. પરંતુ હાલ 250 વિધાર્થીઓ વચ્ચે એક આચાર્યની પોસ્ટનો નવો કાયદો અમલ કરતા માંગરોળ તાલુકામાં અનેક એવા ગામો છે જયાંથી આચાર્યની બદલી કરાઇ છે, જેથી હાલ શિક્ષણમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે, આરેણા ગામે સોમવાર સુધીમાં બદલી નહી રોકાય તો સરપંચ દવારા સ્કુલને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.