માણાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માસ્ક મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું - માસ્કનુ વિતરણ
જૂનાગઢઃ સરકાર દ્વારા મફત માસ્કનુ વિતરણ તથા દંડની રકમ 50 રૂપિયા કરવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદ લાડાણી, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપ જસાણી, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકીયા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ રાઠોડ, તાલુકા સેવાદળ કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ હુંબલ, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા સહિતના કોંગ્રેસ કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ચાર માસના વધુ સમયથી કોરોનાની પરિસ્થિતિમાં લોકોના જીવન બે હાલ બની ગયા છે, જે લોકો માસ્ક વગર નીકળે છે તેઓને રુપિયા 200 દંડ તથા અમુક શહેરોમાં 500 જેવો દંડ સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે, તે ઘટાડી રૂપિયા 50નો કરવામાં આવે તથા સરકારે ખરેખર કોરોનાને કાબૂમાં રાખવો હોય તો ગરીબ અને મધ્યમવર્ગીય જનતાને વિના મુલ્યે માસ્કનુ વિતરણ કરવું જોઈએ અને કંપનીઓ, સામાજીક સંસ્થાઓ, તથા વ્યક્તિઓ પાસેથી રોકડ રકમનું દાન લેવાના બદલે વિના મૂલ્યે માસ્કનુ દાન કરે તેવી વિનંતી કરવામાં આવી છે.