દમણગંગા નદીમાં માછલી પકડવા જતાં યુવક ડૂબ્યો - news of gujarat
વલસાડ: મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા કામતપાડાના એક યુવાનનું દમણગંગા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. કપરાડા તાલુકા પાસે આ યુવક વહેતી નદીમાં માછલી પકડવા ઉતર્યો હતો જ્યાં અચાનક નદીનું વહેણ વધી જતા તે ડૂબી ગયો હતો. આ ઘટના અંગે નજીકમાં ઉભેલા કેટલાક લોકોને જાણકારી મળતા મહારાષ્ટ્ર જિલ્લાના ત્રમ્બક તાલુકાના ફાયર વિભાગને જાણકારી આપતા ફાયરની ટીમ લાઈફ બોટ, લાઈફ જાકેટ સહિતના સાધનો લઈને દમણગંગા નદીમાં પહોંચ્યા હતા. સતત 4 દિવસ સુધી મૃતકની શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. છેવટે તેનો મૃતદેહ ફુલાઈને પાણીની સપાટી પર આવી જતાં તંત્રને જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.