દિયોદરમાં આધેડે પાણીના ટાંકામાં કુદી કરી આત્મહત્યા, સીસીટીવી આવ્યા સામે - પાણીના ટાંકામાં કુદી કરી આત્મહત્યા
બનાસકાંઠાઃ જિલ્લામાં આત્મહત્યાના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ખાસ કરીને અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં લોકો ગળેફાંસો ખાઈ અને ઝેરી પદાર્થ અને આત્મહત્યા કરતા હતા પરંતુ, શુક્રવારે બનાસકાંઠા જિલ્લામાં પાણીની ટાંકીમાં આત્મહત્યા કરતો બનાવ સામે આવ્યો છે. દારૂના નશામાં ચકચૂર બની એક આધેડે પાણીના ટાંકીમાં ડુબી જાય પોતાની જિંદગી ગુમાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો દિયોદરમાં સેવા સહકારી શરાફી મંડળીના પાણીના ટાંકામાં પડતાં એક આધેડનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે મંડળીના સંચાલકો અને દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક રામેહ પઢીયારના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી છે. આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવે છે. આ ઘટનામાં મૃતક દારૂ પીધેલી નશાની હાલતમાં ટાંકીમાં પડયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.