બનાસકાંઠાના શિહોરી ટાઉનમાંથી 25 હજારના અફીણ સાથે એક શખ્સની ધરપકડ - Shihori Town Police
બનાસકાંઠા : પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલની રાહબરી હેઠળ માદક પદાર્થો શોધી કાઢવાની અપાયેલ સુચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એલ.જોષીને ખાનગી રાહે હકીકત મળી હતી કે, શિહોરી ટાઉનમાં એક શખ્સ પોતાના મોટર સાયકલ ઉપર માદક પદાર્થ લઈ આવનાર છે. જે માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા એસ.ઓ.જી પોલીસે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી આરોપીને તેના મોટર સાયકલ પર માદક પદાર્થ અફીણ 508 ગ્રામ કિંમત રૂપિયા 25 હજાર ચારસોનો લઈ આવતા સ્થળ પર પકડી પાડેલ હતો. જેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. શિહોરી પો.સ્ટેશનમાં ગુનો દાખલ કરાવામાં આવ્યો છે.