મોડાસાના મામલતદાર, નાયબ મામલતદાર અને ક્લાર્ક કોરોના સંક્રમિત, કચેરી 3 દિવસ બંધ - મોડાસામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા
અરવલ્લીઃ મોડાસામાં કોરોના હવે સરકારી બાબુઓને ઝપેટમાં લઇ રહ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત મોડાસા મામલતદાર કચેરીના મામલતદાર, નાયબ મામલતદાર અને કલર્ક કોરોના સંક્રમિત થયા છે. જેથી તાત્કાલીક અસરથી મામલતદાર કચેરી 3 દિવસ માટે બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યારસુધી કુલ 583 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 481 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.