ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોના ઈફેક્ટ: રાજ્યમાં 31 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ, જાણો શું છે રાજકોટની સ્થિતિ

By

Published : Mar 15, 2020, 10:49 PM IST

રાજકોટ: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસે દેખા દિધી છે. ત્યારે ગુજરાત સરકારે કોરોના વાયરસની સંભવિત સ્થિતિને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે 31 માર્ચ સુધી શાળા- કોલેજો, મોલ અને સિનેમા તેમજ સ્વિમિંગ પુલ બંધ રાખવાની જાહેરાત કરી છે. જેને લઈને આવતીકાલથી આ આદેશ લાગુ કરવામાં આવશે. રાજકોટમાં પણ મનપા દ્વારા હોમિયોપેથીક કોલેજોને સાથે રાખી વિવિધ વિસ્તારમાં કોરોના વાયરસની સામે રક્ષણ માટે રોગપ્રતિકારક શક્તિઓની આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વાયરસ અંગે લોકો વધુમાં વધુ જાગૃત થાય તે માટે વિવિધ બેનર્સ અલગ અલગ વિસ્તારમાં લગાડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details