માલધારી સમાજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી ન્યાયની કરી માગ
પોરબંદરઃ માલધારી સમાજ દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી માલધારી સમાજના આગેવાનોએ સરકાર પાસે ન્યાયની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે 15 દિવસ વિત્યા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી નથી રહ્યો, આથી આગામી સમયમાં પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન આ રીતે જ ચાલુ રહેશે.