મહુવામાં બંધમાં ગાબડાથી ખેડુતોની મહેનત પર પાણી ફરી વળ્યું
મહુંવા, ભાવનગર : અહીંના 13 ગામના ખેડૂતોએ એકત્ર થઈ સરકારને અલટીમેટમ આપી દીધું અને જાત મહેનત જીંદાબાદના નારા સાથે બંધારાનું નિર્માણ આરંભી દીધું હતું. અને સરકારના એસ્ટીમેન્ટ કરતા ઘણા ઓછા એટલે કે, 60 થી 70 લાખના ખર્ચમાં બંધારાનું નિર્માણ સંપન્ન થયું. અને તેથીજ આજુબાજુના તલ્લી, બમભોર, કોટડા, જાધપાર સહિતના ગામોમાં પાણીની સમસ્યા હલ થઈ છે. અને ખેડૂતો પોતાનાંજ ખેતરમા પાકો લઇ યોગ્ય વળતર મેળવવા લાગ્યા અને હરિયાળી ક્રાંતિ તરફ વળ્યા છે. પરંતુ અહીંના ખેડૂતોની મહેનત હાલ તો પાણીમાં વહી રહી છે. કારણ કે, બે દિવસ પહેલા રાત્રે આ બંધારામાં 6 ફૂટનું ગાબડું પડ્યું અને સવાર સુધીમાં તેનો વ્યાપ વધી ને 50 ફૂટ કરતા વધારે થતા સંગ્રહ કરાયેલ તમામ પાણી દરિયામાં વહી ગયું છે. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. અહીંના ખેડૂતોએ ફરી કમર કસી અને એજ ઉત્સાહથી ગાબડું પુરવાની કામગીરી શરૂ કરી અને હવે પહેલા કરતાં વધારે મજબૂત બંધારો બંધીશું તેવું જણાવ્યું હતું.
Last Updated : Oct 11, 2021, 1:31 PM IST