મોડાસામાં મહોરમ નિમિત્તે તાજીયા જુલુસમાં માનવ મહેરામણ ઉમટ્યું - aravalli news
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં મંગળવારના રોજ મોડાસા અને માલપુર નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા તાજીયાનું જુલુસ શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. જેને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આથી લોકસુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત જિલ્લા પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ફાલ્ગુનીબેન પટેલ દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતું