ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહીસાગરમાં કારોના વાયરસની સલામતીના ભાગરૂપે 6 કોરોન્ટાઈન સેન્ટર જાહેર કરાયા - Santrampur taluka news

By

Published : Mar 24, 2020, 12:45 PM IST

મહીસાગરઃ હાલમાં સમગ્ર વિશ્વમાં નાવેલ કોરોના વાયરસ (COVID-19)ના કેસો વધી રહ્યાં છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના ઘણા કેસો નોંધાયેલા છે. જેથી જિલ્લામાં કારોના વાયરસની સલામતીના ભાગરૂપે છ કોરોન્ટાઈન સેન્ટર જાહેર કરાયા છે. કોરોના વાઇરસ ચેપી હોવાથી સલામતીના ભાગ રૂપે સરકારની ગાઈડલાઈન મુજબ શંકાસ્પદ કેસો અથવા સંક્રમણ યુકત વિસ્તારમાંથી મુસાફરી કરીને પરત ફરેલા લોકોને કોરોન્ટાઈન કરવાની જોગવાઈને ધ્યાને લઈ જિલ્લા કલેકટર આર.બી.બારડે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લાના બાલાસિનોર તાલુકાનાં સરકીટ હાઉસ અને મોડેલ સ્કૂલ, કડાણા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલ, લુણાવાડા તાલુકામાં બ્રાઈટ ડે સ્કૂલ, નવા કાળવા વિરપુર તાલુકામાં ધનવન્તરી આર્યુવેદીક કોલેજ, સંતરામપુર તાલુકામાં મોડેલ સ્કૂલ, આ તમામ સેન્ટરોને કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details