મહીસાગર LCB ટીમે લુણાવાડામાંથી વિદેશી દારૂ સાથે 2ની કરી ધરપકડ - વિદેશી દારૂની હેરાફેરી
મહીસાગરઃ પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબે વિદેશી દારુની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે અને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, LCB ટીમે લુણાવાડાથી સંતરામપુર રોડ પર પેટ્રોલીંગ કરતાં હતાં. તે દરમિયાન ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતાં બે આરોપીઓને દારૂની બોટલો સહિત કુલ રૂપિયા 4,30,300ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતાં. ત્યારબાદ LCB ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.