મહીસાગરથી ગ્રાઉન્ડ રિપોર્ટ
મહીસાગર: કોરોનાના મહાસંકટ બાદ દેશના અર્થતંત્રને વેગ મળે, તે માટે હવે સરકાર દ્વારા અનલોક 1.0 લાગુ કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવતા મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ છે. જિલ્લાવાસીઓ સરકારના આ હકારાત્મક નિર્ણયને આવકારી રહ્યાં છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 124 થઈ છે. હાલ 23 દર્દીઓ સારવાર હેઠળ છે. એકંદરે જનજીવન સામાન્ય બની રહ્યું છે.