મહીસાગર જિલ્લામાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો - news in Mahisagar
મહીસાગર: જિલ્લામાં દિવસ દરમિયાન ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા રાત્રે મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. જેમાં લુણાવાડા તાલુકામાં 49 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં સંતરામપુર 51 મીમી વરસાદ, કડાણા તાલુકામાં 37 મીમી વરસાદ, બાલાસિનોર તાલુકામાં 37 મીમી વરસાદ જ્યારે વીરપુર તાલુકામાં 31 મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જિલ્લાવાસીઓને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો.