ડીસામાં ગાંધીજીની 150મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ - ડીસામાં 150મી ગાંધી જયંતીની ઉજવણી કરાઈ
ડીસાઃ તાલુકાની વિવિધ શાળા કૉલેજોમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં ગાંધીજી બનેલા વિદ્યાર્થીએ લોકોને ગાંધીજીના વિચારો પોતાના જીવનમાં લાવવા માટે આહ્વાન કર્યુ હતું. ત્યારબાદ આ રેલી ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરી રસ્તાની સફાઇ પણ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ વેશભૂષા ધારણ કરી લોકોને પોતાનું શહેર સ્વચ્છ રાખો પર્યાવરણ બચાવો અને પ્રદૂષણથી મુક્ત બનો જેવા સૂત્રો આપ્યાં હતા.