મહાશિવરાત્રીએ અમદાવાદમાં દ્વાદશ જ્યોતિર્લિગ શિવ દર્શન.... - આંબલી શિવમંદિર
અમદાવાદઃ મહાવદ તેરસના દિવસે મહાશિવરાત્રી આવે છે. મહાશિવરાત્રીના દિવસે શિવજીની બારેય પહેરની પૂજા થાય છે. મહાશિવરાત્રી શિવપૂજા માટેનો ઉત્તમ દિવસ ગણાય છે. શિવભકતો આ દિવસે ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને ધન્યતા અનુભવે છે. આવા મહાશિવરાત્રીના દિવસે અમદાવાદના આંબલીમાં આવેલા કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવજીની મુદ્રાઓ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આંબલી ગામના મૂળ વતની એવા હસમુખભાઈ પટેલનો વ્યવસાય આમ તો પાન પાર્લરનો છે. પરંતુ તેઓ શિવજીની કૃપાથી શિવજીની મુદ્રાઓના અલગ-અલગ ચિત્રો દોરે છે. ત્યારે તેમને ભાસ થયો કે, તેમના ઉપર શિવજીની કોઈ વિશેષ કૃપા છે. બસ ત્યારથી તેઓ શિવજીના ચિત્રો દોરી રહ્યાં છે. તેમનું સૌ પ્રથમ પ્રદર્શન તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં કર્યુ હતું. ત્યાર પછી તેમણે સંકલ્પ કર્યો કે, તેઓ બારે બાર જ્યોતિર્લિંગમાં શિવજીના ચિત્રોનું પ્રદર્શન કરશે અને આ વર્ષે તેમનો આ સંકલ્પ પૂરો થયો છે.
TAGGED:
આંબલી શિવમંદિર