સુરતમાં મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઇવરનું કરંટ લાગતા થયું મોત - સુરત સિવિલ હોસ્પિટલ
સુરત: સુરત શહેરના હજીરા પાસે આવેલા એસાર કંપનીમાં આજરોજ મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવરને કરંટ લગતા (Maharashtra truck driver electrocuted to death) તેનું ધટનાસ્થળે જ મોત થયું.સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ (Civil Hospital Surat) લાવતા તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.કંપનીનું વાયરિંગનું કામ ચાલતું હવાથી બધા વાયર છુટ્ટા હતા, અને વયાર માંથી કરંટ પસાર થતો અને વરસાદના કારણે તેને કરંટ લાગ્યો હતો. પરિવારનો આક્ષેપ છેકે કંપનીની બેદરકારીના કારણે મોત થયું છે.