આખ્યાયનકાર માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની મહાભારત કથાનું આયોજન કરાયું - mahabharat katha
અમદાવાદઃ અમદાવાદ શહેરના શિવાનંદ આશ્રમમાં માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિકલાલ પંડ્યા આખ્યાનના સ્વરૂપમાં સંગીતમય મહાભારત કથા કહી રહ્યા છે અને ભાવિક ભક્તો ખુબ મોટી સંખ્યામાં આ કથાનું રસપાન કરી રહ્યા છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શિવાનંદ આશ્રમમાં સાંજે 5.30થી 7 વાગ્યા સુધી મહાભારત કથાનું રસપાન કરાવવામાં આવે છે. ધાર્મિકલાલ પંડ્યાના મતે આજના આધુનિક યુગમાં પણ માણભટ્ટની કથા શ્રોતાજનો ખુબ આનંદ અને શ્રદ્ધા સાથે સાંભળે છે. તેનો ખુબ આનંદ છે.