ગીર સોમનાથમાં મહા વાવાઝોડાની અસરથી માછીમારો અને લોકોમાં ભય - ગીર સોમનાથમાં મહા વાવાઝોડાની દસ્તક
ગીર સોમનાથઃ 2019નું વર્ષ ગુજરાત અને ગીરસોમનાથ માટે વાવાઝોડાનું વર્ષ રહ્યું હોય તેમ કહી શકાય. પેહલા વાયુ પછી ક્યાર અને હવે મહાની આફતના કારણે ગુજરાતના સમુદ્ર કિનારાના વિસ્તારનું જનજીવન ખોરવાયું છે. ગીરસોમનાથ જિલ્લામાં માછીમારો અને સામાન્ય લોકો મહા વાવાઝોડાની દસ્તકથી પરેશાન છે. ત્યારે 6 અને 7 તારીખ મહા વાવાઝોડાની સમુદ્ર કિનારા નજીક આવવાની તારીખ મનાય છે. પણ મહા વાવાઝોડાએ ભૂતકાળમાં અનેક સંભાવનાઓને ખોટી પાડી છે ત્યારે, ચિંતા વધુ વધે છે કારણકે વાવાઝોડાની તીવ્રતા અને દિશાવિહીનતાના કારણે તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.