માધવસિંહ સોલંકીએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાથે ઉજવ્યો જન્મદિવસ - માધવસિંહ સોલંકીનો જન્મદિવસ
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવ સોલંકીએ કાર્યકર્તાઓએ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેઓ દર વર્ષે જન્મદિવસ કાર્યકર્તાઓ સાથે ઉજવતા હોય છે, ત્યારે આજે પણ ગાંધીનગરના સરકીટ હાઉસ ખાતે એક વિશેષ મુલાકાત ગોઠવી માધવસિંહ સોલંકીને જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. જન્મદિવસના આ કાર્યક્રમ બાબતે માધવસિંહ સોલંકીએ ભૂતકાળમાં પોતાની સરકાર અંગે વાતચીત કરી હતી. જ્યારે કાર્યકર્તાઓ સાથે મળીને તેમણે ભૂતકાળના સારા અનુભવો વાગોળ્યા હતા.