પ્રધાનમંત્રી સેવા સપ્તાહ નિમિત્તે મોરબીના શનાળા ગામે 'માં વાત્સલ્ય કાર્ડ' કેમ્પ યોજાયો - morbi news
મોરબીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રજા ઉપયોગી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સેવા સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને સ્વામી વિવેકાનંદ મંડળના ઉપક્રમે મોરબીના શનાળા ગામ ખાતે 'માં વાત્સલ્ય કાર્ડ' યોજનાનો ગ્રામજનો લાભ લઇ શકે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. શનાળા ગામની કન્યા શાળામાં આયોજિત 'માં વાત્સલ્ય કાર્ડ' કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્ડથી ગરીબ જરૂરિયાતમંદ લોકોને હૉસ્પિટલનો ખર્ચ સરકાર ભોગવે છે અને ગંભીર બીમારીના ઈલાજ કરાવી શકાય છે. જેથી 'માં વાત્સલ્ય કાર્ડ' ગ્રામજનો મેળવી શકે તેવા હેતુથી કેમ્પ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત સેવાકીય અને લોક ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે જે નિમિત્તે આ કેમ્પ યોજવામાં આવ્યો હોવાનું પણ સંસ્થા અગ્રણીએ જણાવ્યું હતું.