કોરોના મહામારીના કારણે લક્ઝરી બસ ઉદ્યોગો મુશ્કેેલીમાં - અરવલ્લી
અરવલ્લીઃ કોવિડ-19ના કારણે છેલ્લા કેટલાક મહિનાથી ધાર્મિક યાત્રા, પ્રવાસો, સ્કુલ પ્રવાસ, બંધ હોવાને લઇ લકઝરી બસના માલીકોની હાલત કફોડી થઇ છે. લકઝરી બસના માલીકો ધંધો બંધ હોવાના કારણે લોનના હપ્તાઓ પણ ભરી શકતા નથી. આ ઉધોગ સાથે સંકળાયેલ ડ્રાઇવર કંડકટર, ઓફીસ સ્ટાફ બેરોજગાર થઇ ગયા છે. અનલોક 5માં સરકારે ખાનગી બસોને પુન:શરૂ કરવાની પરવાનગી આપી છે. પરંતુ એક લકઝરીમાં ફકત 42 મુસાફરોને પ્રવાસ કરવાની પરવાનગી આપતા મુસાફર દીઠ ખર્ચ વધી જતા લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. અરવલ્લી જિલ્લા લકઝરી બસ ઓનર એસોશિએશન ETV BHARATના માધ્યમથી સરકારેને સમસ્યાનું નિવારણ લાવવા રજૂઆત કરી હતી.