લુણાવાડા પેટા ચૂંટણીનું પરિણામ ટુક સમયમાં જાહેર - લુણાવાડા પેટા ચૂંટણી
મહીસાગર : લુણાવાડા પેટા ચૂંટણી પરિણામ ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. લુણાવાડા ખાતે સવારે 8:00 વાગ્યાથી પી.એન.પંડ્યા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી મતગણતરી શરૂ થઈ હતી. ભાજપ, કોંગ્રેસ અને NCP એમ ત્રણ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે.લુણાવાડા પેટા ચૂંટણીમાં 149 કર્મચારીઓ 14 ટેબલ પર 26 રાઉન્ડ પ્રમાણે મતગણતરી ચાલી રહી છે.ભાજપના જીજ્ઞેશ સેવક છઠ્ઠા રાઉન્ડના અંતે 7344 મત થી આગળ ચાલી રહ્યા છે.