ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચના કેબલ બ્રિજ પરથી પ્રેમી પંખીડાની નર્મદા નદીમાં મોતની છલાંગ - Lovers suicide

By

Published : Jul 13, 2020, 5:42 PM IST

ભરૂચઃ જિલ્લાના પ્રખ્યાત કેબલ બ્રીજ પરથી યુવક અને યુવતીની નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ અને તરવૈયાઓની ટીમે બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ કેબલ બ્રીજ પરથી સોમવારના સવારના સમયે એક યુવક અને યુવતીએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આસપાસના સ્થાનિકોએ આ દ્રશ્યો જોતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે આવી તરવૈયાઓની મદદથી શોધખોળ શરુ કરતા એક પછી એક એમ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી મૂળ ઝઘડીયાની અને હાલ ઝાડેશ્વરની રંગ કિશ્ના સોસાયટીમાં રહેતી શીતલ વશી છે. તો યુવક નવસારીનો રહેવાસી વિકાસ રાજપૂત હોવાનું બહાર આવ્યું છે. બન્નેએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું એનું સ્પષ્ટ કારણ જાણવા મળી શક્યું નથી, જો કે પ્રેમ પ્રકરણમાં બન્નેએ જીવન લીલા સંકેલી હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે મૃતાકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details