જામનગરમાં પ્રેમી પંખીડાએ વૃક્ષ પર લટકી આત્મહત્યા કરી - પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી
જામનગરઃ શહેરના રણજીતનગરમાં કીર્તિપાન પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના અનિલ ધુલિયા તેમની પ્રેમીરા કામા ભુરિયાએ વૃક્ષમાં લટકીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, ગત કેટલાક સમયથી યુવક-યુવતી જામનગરમાં મજૂરી કામ કરતા હતા અને બન્ને એક-બીજાના પ્રેમમાં હતા. જો કે, બન્નેના પરિવાર લગ્ન માટે પરવાનગી નહીં આપે, તેવો ભય પ્રેમી પંખીડાને સતાવતો હતો. જેથી બન્નેએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડ્યા હતા.