APMC માર્કેટ બંધ થવાથી ખેડૂતોને પ્રતિ દિવસ કરોડો રૂપિયાનું નુકસાન - ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન
સુરત : શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મૂકાતા તેમજ ખેતરોમાં પડેલા શાકભાજીના પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આ તકે ખેડૂત સમાજે આક્ષેપ કર્યા છે કે, તંત્રના નિર્ણયને લઈ ખેડૂતોને પ્રતિ દિવસ પાંચ કરોડ સુધીનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ, ખેતરોમાં ભીંડા, દૂધી, રીંગણ સહિત ગુવારનો પાકનો પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેતરોમાં રોલર ફેરવી ખાતર બનાવવા મજબૂર બનવું પડ્યું છે.