અહીં દેવાધિદેવને બિલ્વપત્ર નહીં, પરંતુ ડમરું અર્પણ કરવાની પ્રથા છે !
ખેડાઃ દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર શિવાલયોમાં વહેલી સવારથી રાત સુધી ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. ભક્તો ભોળાનાથને પ્રસન્ન કરવા વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે. ખેડાના એક શિવાલયમાં દેવાધિદેવને ડમરૂ અર્પણ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને બજારમાં ડમરૂની માંગ વધી છે. તો જાણીએ શું છે ડમરૂનું મહત્વ, કેમ ભોલેનાથને ડમરૂ અર્પણ કરવામાં આવે છે.