જંબુસરમાં ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઇન - manure
ભરૂચ: જંબુસરમાં ફરી એકવાર ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોની કફોડી હાલત જોવા મળી રહી છે. ખાતરના ડેપો પર ખાતર મેળવવા ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઈન લગાવી દીધી હતી. ત્યારે કોરોનાના સંક્રમણના સમયમાં ખેડૂતો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં ખાતરની સમસ્યા બાબતે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય પ્રધાનને પત્ર પણ લખ્યો હતો, તેમ છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો.