સત્તાની સાડાબારી ન રાખતી ખેડા બેઠક પર ભાજપ સામે ભાજપ લડશે - bimal shah
નડિયાદઃ સરદાર પટેલની જન્મભૂમિ અને તમાકુની ખેતી માટે જાણીતો ખેડા જિલ્લો ચરોતરનું પ્રવેશદ્વાર ગણાય છે. ક્ષત્રિય અને પાટીદારની વસ્તી ધરાવતા આ મતવિસ્તારમાં કોંગ્રેસનો દબદબો રહ્યો, પરંતુ છેલ્લા બે દાયકાથી ભાજપે બાજી મારી છે. અહીં કોઈપણ પક્ષ હોય, ઉમેદવારને લાયકાતના આધારે તક મળી છે. 1957માં કોંગ્રેસની લહેર હોવા છતાં અહીં અપક્ષ ઉમેદવાર જીત્યો હતો. ભાજપે દેવુસિંહને રિપીટ કરી આ બેઠક જાળવી રાખવાનો મનસૂબો વ્યક્ત કરી દીધો છે, જ્યારે કોંગ્રેસે ભાજપમાંથી પક્ષપલટો કરીને આવેલા બિમલ શાહને મેદાનમાં ઉતાર્યા છે. આમ તો બિમલ શાહ સારો એવો પ્રભાવ ધરાવે છે, પરંતુ દેવુસિંહની લોકપ્રિયતાને જોતાં આ બેઠક પર કોંગ્રેસને ખાસ આશા રાખવા જેવી નથી. ઓછામાં પુરુ કાળુસિંહનું રાજીનામું કોંગ્રેસ માટે ગળાની ગાંઠ બન્યું છે.