ગુજરાત

gujarat

ETV Bharat / videos

આટકોટ અને ગોંડલમાં મકરસંક્રાતિ નિમિતે લોક દરબારનું આયોજન - રાજકોટમાં ઉતરાયણ

By

Published : Jan 13, 2021, 9:13 AM IST

રાજકોટઃ ગોંડલ અને આટકોટ પોલીસ દ્વારા મકરસંક્રાતિના તહેવારની ઉજવણી સંદર્ભે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ તથા રાજકોટ જિલ્લા કલેકટરના જાહેરનામાની અમલવારી થાય તે માટે ગોંડલ માંડવી ચોક ખાતે તમામ સમાજ અને સંસ્થાના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. જસદણના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આગેવાનો તેમજ પતંગ, દોરીના વેપારીઓ સાથે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં કોરોનાની ગાઈડ લાઈનની માહિતી આપવામાં આવી હતી. આ લોક દરબારમાં વેપારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details