તીડનો આતંક: હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવાની ખેડૂતોની માંગ
સુરત: ઉત્તર ગુજરાતમાં તીડનો આતંક મચ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તીડનો આતંક દિન પ્રતિદિન જે રીતે આગળ વધી રહ્યો છે, તે ખેડૂત અને સરકાર માટે માથાનો દુખાવા સમાં બની ગયો છે. ગુજરાત ખેડૂત સમાજના ઉપપ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવે તો તીડનો આતંક દૂર થશે તેવી વાત કરવામાં આવી છે. પહેલા પણ દક્ષિણ ગુજરાતમાં સફેદ મધમાખીનો આતંક હતો. તે સમયે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી પાકને નુકસાન થતા અટકાવ્યું હતું.વહેલી તકે આ પદ્ધતિનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનું નુકસાન અટકાવવાની માંગ ખેડૂત સમાજે કરી હતી.