અરવલ્લી: મોડાસાની વાઘોડિયા દૂધ મંડળીને તાળાબંધી - વાધોડીયા દૂધ મંડળીના શાખા કેન્દ્ર-૨
અરવલ્લી: જિલ્લાના વાઘોડિયા ગામે આવેલ નવા વાધોડિયા દૂધ મંડળીના શાખા કેન્દ્ર-2ના દૂધ ઉત્પાદકોને નફાના રૂપિયા નહીં ચુકવવામાં આવતા ગામના દૂધ ઉત્પાદકોએ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એકઠા થઈ હલ્લાબોલ કર્યો હતો. વાઘોડિયા દૂધ ઉત્પાદકોનો આક્ષેપ છે કે, વાઘોડિયા દૂધ ઉત્પાદક મંડળીમાંથી છુટા પડ્યા પછી આજદિન સુધી શાખા કેન્દ્ર-2માં નફાની રકમ ચૂકવાઈ નથી. તેમજ ચેક આપવામાં પણ ગલ્લા તલ્લાં કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વાઘોડિયા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન નવલસિંહના જણાવ્યા અનુસાર નવા વાઘોડિયાના દૂધ ઉત્પાદકોએ હુમલો કરી તાળાબંધી કરી દેતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો.