સુરતમાં લોકડાઉનઃ 25 માર્ચ સુધી STની તમામ બસો બંધ - સુરતમાં લોકડાઉન
સુરત: સરકાર દ્વારા સુરત, રાજકોટ, વડોદરા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરને લોકડાઉન કરવામાં આવ્યાં છે, છતાં પણ સુરતના લોકો મુસાફરી કરવા માટે ST ડેપો આવી રહ્યા છે. જેથી ST ડેપોના કર્મચારીઓ દ્વારા તેમને પરત ઘરે મોકલવામાં આવી રહ્યા છે. સુરતમાં લોકડાઉનના કારણે ST બસ સેવા પણ 25 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. જેના કારણે રોજની અવર-જવર કરનારી 1,500 બસો સંપૂર્ણ રીતે બંધ છે.