લોકડાઉન-4: બોટાદથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ - લોકડાઉન 4.0 ન્યૂઝ બોટાદ
બોટાદઃ લોકડાઉન-4માં વેપાર ધંધા શરૂ કરવામાં આવ્યા છે અને ઓડ-ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવામાં આવે છે. હાલમાં બોટાદ જિલ્લો કોરોના પોઝિટિવ કેસથી મુક્ત છે અને 56 કેસ પૈકી 55 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવેલ છે અને એકનું મૃત્યુ થયું છે. બોટાદમાંથી પરપ્રાંતીય શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા 750 શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા.