લોકડાઉન 4.0: અમરેલીથી ગ્રાઉન્ડ રિપોર્ટ - Amreli latest news in gujarat
અમરેલીઃ હાલ કોરોનાના કુલ 8 કેસ સામે આવ્યા છે, જેમાં 2 દર્દીઓ સજા થતા તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કુલ 1.45 લાખ જેટલા લોકો હોમ કોરોન્ટાઈન છે, તો બીજી તરફ ગરમીનો પ્રકોપ યથાવત છે. વાત કરીએ ઉધોગોની તો સાવરકુંડલામાં આવેલ કાંટા ઉદ્યોગ વિશ્વ પ્રસિદ્ધ છે, જેને લઈને કાંટા ઉદ્યોગના પ્રમુખે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, લોખંડની મિલ વહેલી તકે ચાલુ થાય તો અમને રો મટીરીયલ વહેલી તકે મળે અને અમારું કામ આગળ ચાલુ થઈ શકે અને જે મજૂરો બહાર ગયા છે એ આવે તો જ રો મટીરીયલ બનવાનું આગળ મિલોમાં ચાલુ થાય અને તો જ અમને આગળ સપ્લાય કરી શકાય.