જામનગરમાં સિલ્વર સોસાયટીમાં ફોગીંગ મશીન બંધ થતાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો - Jamnagar news
જામનગર: શહેરમાં ડેન્ગ્યૂનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે શહેરની અનેક સોસાયટીમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જો કે કાલાવડ નાકા પાસે આવેલ સિલ્વર સોસાયટીમાં મોટાભાગના ફોગીંગ મશીન બંધ હાલતમાં હોવાથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. બે કલાકમાં ત્રણ મશીન બદલ્યા છતાં પણ ફોગીંગની કામગીરી ન થતાં પૂર્વ વિરોધપક્ષના નેતા અસલમ ખીલજી ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિકોને સાથે રાખી હોબાળો મચાવ્યો હતો.