જૂનાગઢઃ માંગરોળ નજીક નેશનલ હાઈવે પર સર્કલ ન આપતા સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો - road accident
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના પોરબંદર બાયપાસ રોડ નજીક આવેલા વરામ બાગ પાસેના નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માત થાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાઈ રહ્યાં નથી. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટના અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, "શહેરમાં હાઈવે પરથી શહેરમાં પ્રવેશ થનાર રસ્તા પર સર્કલ આપવાની માગ કરાઈ હતી. જેની અમે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્રએ કોઈ કામગીરી કરી નથી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે." આમ, તંત્રની બેદરકારીના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ હાઈવે કામ બંધ કરી રફુચક્કર રહેતા ઈજનેરોને પકડીને ઉધડો લીધો હતો. આ સાથે વહેલી તકે તેમની માંગણી પૂરી કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી અને જો તેમની રજૂઆત મામલે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેમને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.