ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં PSIની બદલી રોકવા સ્થાનિકોએ કરી માગ - જામનગરમાં પીએસઆઈની બદલી રોકવા સ્થાનિકોએ કરી માંગ

By

Published : Nov 5, 2019, 4:21 AM IST

જામનગરઃ ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના PSI વૈશાલી આહીરની બદલી થઇ જતાં સ્થાનિક વેપારીઓએ DYSP અજયસિંહ જાડેજાને આવેદનપત્ર આપી બદલી રોકવાની માંગ કરી છે. PSI વૈશાલી આહીર ત્યારથી ખંભાળિયા ગેટ પોલીસ ચોકી માં આવ્યા છે ત્યારથી સ્થાનિકો શાંતિથી ધંધો કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં કોઇ પણ પ્રકારની અરાજકતા તેમજ વાદવિવાદ જોવા મળતો નથી. ખાસ કરીને અસામાજિક તત્વોનો પણ ઉપદ્રવ ઓછો થયો છે. વૈશાલી આહીર છેલ્લા એક વર્ષથી ખંભાળિયા ગેટ પોલીસ ચોકીમાં PSI તરીકે ફરજ બજાવે છે અને બાહોશ મહિલા અધિકારી તરીકેની તેમની છબી આ વિસ્તારમાં ઊભી થઈ છે

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details