ગુજરાત

gujarat

ETV Bharat / videos

દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા - Impact of Vocal for Local in Diwali shopping: Such a trader from Bihar to Surat is selling lamps

By

Published : Nov 2, 2021, 6:26 PM IST

Updated : Nov 2, 2021, 7:30 PM IST

આ વખતે દિવાળી પર વોકલ ફોર લોકલની અસર કેવી છે? એ જાણવા માટે ETV Bharatએ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં મોટી સંખ્યામાં ફૂટપાથ પર લોકો દીવડા સહિત અન્ય દિવાળીની વસ્તુઓ વેચી રહ્યા છે. ચાઇનાથી આવનાર ફટાકડા દીવડા અને અન્ય વસ્તુઓના કારણે હંમેશા લોકલ વેંડર્સની વસ્તુઓ લોકો ખરીદતા ન હતા, પરંતુ આ વખતે બજારમાં વિપરીત અસર જોવા મળી રહી છે. લોકો જાગૃત થયા છે અને કોઈપણ વસ્તુઓ ખરીદતા પહેલા પૂછે છે કે આ વસ્તુ મેડ ઈન ચાઈના તો નથી? દિવાળી વોકલ ફોર લોકલનો ટર્નિંગ પોઇન્ટ બની જાય, એ માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા અપીલ કરતા હોય છે. આ વખતે પણ લોકો ચાઈનાની વસ્તુઓ ન ખરીદી લોકલ ટ્રેડર્સ પાસેથી વસ્તુઓ ખરીદે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દિવાળીની રોનક ગરીબ પરિવારના લોકોના ઘરમાં રોશની લાવે એવા ઉમદા હેતુથી લોકો આ વખતે ચાઇના નહીં પરંતુ દેશમાં તૈયાર વસ્તુઓ ખરીદી રહ્યા છે.
Last Updated : Nov 2, 2021, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details