રાજકોટ જિલ્લામાં ચૂંટણીના પરિણામને લઇને સાંજે 5ઃ30 વાગ્યાની સ્થિતિ
રાજકોટઃ રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં મતગણતરીની સાંજે 5ઃ30 વાગ્યાની શું સ્થિતિ છે? આવો જાણીએ. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 542 સ્થળોએ 845 હોલમાં મતગતણરી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના કુલ 22,174 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. રવિવારના રોજ યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં 31 જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.