કચ્છના ભચાઉ પાસેથી રૂપિયા 30.34 લાખનો શરાબ પકડાયો - ગુજરાત પોલિસ
કચ્છ : જિલ્લાના ભચાઉ તાલુકાના નંદગામ નજીક ધોરીમાર્ગ પરથી પોલીસે એક ટ્રક પકડી પાડી હતી. આ ટ્રકમાં ચોખાની બોરીઓ નીચે સંતાડીને લઇ અવાતો રૂપિયા 30,45,000નો વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કુલ પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડની 725 પેટી, 750 એમ.એલની 8700 બોટલ કિંમત રૂપિયા 30,45,000નો વિક્રમજનક જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે મળીને કુલ રુપિયા 59,06,500નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે.