અંક્લેશ્વરની લાયન્સ સ્કુલે 4500 વિદ્યાર્થીઓની 1.20 કરોડની ફી માફ કરી - અંક્લેશ્વરની લાયન્સ સ્કુલે 4500 વિદ્યાર્થીઓની 1.20 કરોડની ફી માફ કરી
ભરૂચઃ કોરોના વાઈરસની મહામારીના પગલે શાળાઓ બંધ રહી હતી. આ સાથે લોકડાઉનમાં વેપાર-ધંધા પણ સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગયા હતાં. આ વચ્ચે ગુજરાતમાં ઘણા જિલ્લામાં શાળાઓ દ્વારા ફી વસૂલાતી હોવાથી વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરંતુ અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કુલ દ્વારા 4496 વિદ્યાર્થીઓની 1 કરોડ 20 લાખની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. જો કે તેમાં ટયુશન ફી નો સમાવેશ કરાયો નથી. હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યુ છે. શાળાના ફી માફીના નિર્ણયથી વાલીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યુ છે.