સોમનાથ: ભાદરવી અમાસે ત્રિવેણી સંગમ પર શ્રધ્ધાળુઓની પાંખી હાજરી - ભાદરવી અમાસ
ગીર સોમનાથ: જિલ્લામાં ભાદરવી અમાસના દિવસે અનેક ભાવિકોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે પિતૃ તર્પણ કર્યું હતું. જો કે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાળુઓની હાજરી પાંખી જોવા મળી હતી. પિતૃ તપર્ણ કરવા આવેલા શ્રદ્ધાળુઓએ વૈશ્વિક મહામારી કોરોનાના સંકટમાં જે પણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એ તમામ મૃત આત્માઓના મોક્ષ માટે ત્રિવેણી સંગમ પર પીપળાને પાણી રેડી તર્પણ કર્યું હતું. આ સાથે જ તમામ શ્રદ્ધાળુઓએ વિશ્વને કોરોના મુક્ત કરવા પ્રાથના કરી હતી.