વન વિભાગને મળી સફળતા, બગસરા નજીકથી દીપડી પાંજરે પુરાઇ - અમરેલી
અમરેલી: બગસરા પંથકમાં દીપડાના ભયની વચ્ચે ગામ લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે, હાહાકાર મચાવેલા દિપડાને કાગદડી ગામમાંથી ગત રાત્રીના સમયે વન વિભાગને દીપડી પાંજરે પૂરવામાં સફળતા મળી છે. આ વચ્ચે હજુ પણ ગામના લોકો થર થર કાંપી રહ્યાં છે. કારણ કે, માનવ ભક્ષી દીપડો હજુ સુધી વનવિભાગની પકડથી દુર છે. જેને લઇને ગામ લોકોમાં હજુ પણ ચિંતા જોવા મળી રહી છે.