અમરેલીના માણેકવાળા ગામમાં દીપડાએ દેખાદીધી, વનવિભાગે પૂર્યો પાંજરે - અમરેલીના તાજા સમાચાર
અમરેલી: જિલ્લાના માણેકવાળા ગામમાંથી એક દિપડાને પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી છે. ગત થોડા સમયથી તાલુકાના કેટલાક ગામોમાં દિપડાનો ભારે રંજ સામે આવ્યો હતો. જેને લઇને વનવિભાગ દ્વારા નિર્ધારીત સ્થળે પાંજરા મૂકી દિપડાને પકડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગને દિપડો પકડવામાં સફળતા મળી છે. જોકે, અત્યાર સુધી ગીર પશ્ચિમ અને ગીર પૂર્વમાંથી 15થી વધુ દીપડાને સફળતા પૂર્વક વનવિભાગે પાંજરે પૂર્યા છે.