બ્રાહ્મણી 2 ડેમ પર નાખવામાં આવતી પાઈપલાઈનનો ધારાસભ્યનો વિરોધ - Legislative opposition to the pipeline being laid on the Brahmini Dam
મોરબીઃ જિલ્લાના હળવદમાં આવેલા બ્રાહ્મણી 2 ડેમ પર રાજય સરકાર દ્વારા 276 કરોડના ખર્ચે ભરતનગર ગામ સુધી પીવાના પાણીની યોજના શરુ કરવામાં આવી છે.જેનો લાભ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મળશે. જે અંતગર્ત પીવાના પાણીની લાઈન નાખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો 30 ગામના ખેડૂતો છેલ્લા 10 દિવસથી ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. છતાં પ્રોજેક્ટની કામગીરી રોકવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ હળવદના ધારાસભ્યને થતાં તેઓએ ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.